VADODARA : દુમાડ પાસે કારમાંથી દારૃ અને બીયરની 466 બોટલ સાથે ડ્રાઇવર પકડાયો

0
78
meetarticle

વડોદરા નજીકથી દારૃનો જથ્થો લઇ પસાર થતી વાનને પોલીસે રોકી રૃ.૫.૮૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

દુમાડ બ્રિજ પાસે સમા પોલીસની ટીમ વાહનો ચેક કરતી હતી તે દરમિયાન એક વાનમાં દારૃ અને બીયરનો મોટો જથ્થો લઇ જવામાં આવનાર હોવાની માહિતી મળતાં પોલીસે વાનને આંતરી તેમાંથી કુલ રૃ.૨.૫૬ લાખની કિંમતની ૪૬૬ નંગ બોટલ કબજે કરી હતી.

પીઆઇ બીબી કોડિયાતરે કહ્યું હતું કે,ડ્રાઇવરની પૂછપરછ કરતાં તેનું નામ શૈલેષ શંકરભાઇ રાઠવા(નવી વસાહત ફળિયું, ક્વાંટ,છોટાઉદેપુર) હોવાનું ખૂલ્યું હતું.જેથી તેનો મોબાઇલ અને વાન પણ કબજે લેવામાં આવ્યા હતા.દારૃની હેરાફેરી દરમિયાન એમપીના સપ્લાયર ભરત અને માલ મંગાવનાર સાવલીના અશોકના નામ ખૂલતાં બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here