VADODARA : નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી બળાત્કાર ગુજારનાર જેલમાં ધકેલાયો

0
50
meetarticle

નવરાત્રી દરમિયાન સગીરાનો પીછો કરી બળાત્કાર ગુજારનારને ગોરવા પોલીસે ઝડપી પાડતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

૧૪ વર્ષની સગીરાએ છેલ્લા બે વર્ષથી નોરતા દરમિયાન પરેશાન કરતા કરણસિંહ નામના યુવકથી કંટાળીને પરિવારને જાણ કરતાં દોઢ મહિના પહેલાં ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

પોલીસના કહ્યા મુજબ,વર્ષ-૨૦૨૩ની નવરાત્રી દરમિયાન કરણસિંહે પીડિતાનો  પીછો કરી પજવણી કરી હતી અને ત્યારબાદ શારીરિક છેડછાડ કર્યા બાદ બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારપછી વર્ષ-૨૦૨૪માં પણ આવી જ રીતે જબરદસ્તી શારીરિક સબંધ બાંધ્યા હતા. પોલીસે આ ગુનામાં તબેલાઓમાં કામ કરતા અને ફરિયાદ બાદ ફરાર થઇ ગયેલા આરોપી કરણસિંહ નરેન્દ્રસિંહ સોલંકી(ઓધવપુરા ગામ,વહાણવટી માતાના મંદિર પાસે,ગોરવા) ની ધરપકડ કરી હતી.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here