રાજ્ય સરકારે નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો રોલ અનેક પરફેક્ટ રોલ જેવી ચીજો પર પ્રતિબંધ મૂક્યા બાદ પોલીસ દ્વારા ઠેકઠેકાણે તપાસ કરવામાં આવી રહી છે. જે દરમિયાન બે દુકાનમાંથી અઢી હજાર ઉપરાંતની પ્રતિબંધિત ચીજો મળી આવતા દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સયાજીવંજ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન જગદીશ લોજની નીચે સમ્રાટ પાનના ગલ્લામાંથી ગોગો રોલ કોન નંગ-50 અને રોલિંગ પેપર પટ્ટી નંગ-50 મળી આવ્યા હતા. પોલીસે દુકાનદાર હરીશ ઘનશ્યામભાઈ મહાવર (સંપત રાવ કોલોની, અલકાપુરી) સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.
આવી જ રીતે રેલ્વે પ્લેટફોર્મ નંબર છ ની પાછળ ગેલોડૅ દુકાન પાસેની કેબીનમાંથી ગોગો રોલ નંગ 56 અને રોલ પટ્ટી નંગ 50 મળી આવ્યા હતા. જેથી પોલીસે દુકાનદાર દેવેન્દ્ર બજરંગ ભાઈ અગ્રવાલ (હકીમ મંઝિલ,બકરાવાડી) ની ધરપકડ કરવામાં આવી હતી.

