વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની નલિકાના વાલ્વમાં ખામી સર્જાતા બે દિવસમાં હજારો ગેલન પાણીનો રોડ પર વેડફાટ થયો હતો.

વડોદરા મહાનગર પાલિકાના આડેધડ ચાલતા વહીવટના કારણે શહેર રાખવું ખાડોદરા નગરી બની ગયું છે. ગત રોજ નાગરવાડામાં પીવાના પાણીની નલિકામાં ભંગાણ થયું હતું. તેથી પાણીનો વેડફાટ થયો હતો. બે બાદ પૂર્વ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા ની સામે તે જ વિસ્તારની નલિકાના વાલ્વમાં ખામી સર્જાતા રોડ પર હજારો ગેલન પાણી વહી ગયું હતું. જાગૃત નાગરિકોએ તંત્રને જાણ કર્યું હોવા છતાં નઘરોળ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તે બાદ બીજા દિવસે કોર્પોરેટરને આક્રોશ ઠાલવીને જાણ કરવામાં આવતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કર્યું હોવાનું જાણવા મળે છે.

