VADODARA : પેડલ રિક્ષામાં દારૃની ૨૪૪ બોટલ લઇને જતો આરોપી ઝડપાયો

0
16
meetarticle

વડોદરાબાપોદ ગામ, વાઘોડિયા રોડ  તથા પાણીગેટ રોડ પરથી પોલીસે દારૃની ૩૨૩ બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

પીસીબી  પોલીસને માહિતી મળી હતી કે, બાપોદ ગામ લાભ ટાવરમાં રહેતા જીજ્ઞોશ ચંદુભાઇ કહાર વિદેશી દારૃનો ધંધો કરે છે. પીસીબી સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા જીજ્ઞોશ કહાર મળી આવ્યો હતો. તેના ઘરમાંથી પોલીસે દારૃની ૩૩ બોટલ કિંમત રૃપિયા ૭૫,૭૦૦  ની કબજે કરી હતી. 

 જ્યારે અન્ય એક બનાવમાં બાપોદ પોલીસે મળેલી માહિતીના આધારે  પ્રકાશ શાંતિલાલ (રહે. સાઢલી ગામ, તા. જેતપુર પાવી, જિ. છોટાઉદેપુર) ને દારૃની ૪૬ નાની બોટલ કિંમત રૃપિયા ૧૨,૬૫૦ ની કબજે કરી છે. પાણીગેટ  પોલીસે મળેલી માહિતીના આધારે પેડલ રિક્ષામાં દારૃ લઇને જતા આરોપી યુવરાજ ઉર્ફે સન્ની રાજુભાઇ વસાવા (રહે. બાવચાવાડ, પાણીગેટ) ને ઝડપી પાડી  તેની પાસેથી દારૃની ૨૪૪ બોટલ કબજે કરી હતી. જ્યારે આરોપી ગૌરાંગ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here