VADODARA : પોલીસ તંત્રમાં ફરજ બજાવતા સ્ટાફની મોટાપાયે બદલીના એંધાણ

0
19
meetarticle

વડોદરા પોલીસ તંત્રમાં એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી ટૂંકસમયમાં થાય તેવા એંધાણ પોલીસ તંત્રમાં વર્તાઇ રહ્યા છે.

ડ્રગ્સના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. લક્ષ્મીકાંત દેસાઇની ધરપકડ કર્યા પછી પોલીસ તંત્રમાં મોટાપાયે બદલીના સંકેત મળી રહ્યા છે. વડોદરા શહેરના ઘણા પોલીસ સ્ટેશનમાં એવો સ્ટાફ છે જે પાંચ વર્ષ કરતા વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવે છે. સામાન્ય રીતે એક જ સ્થળે ત્રણ વર્ષ કરતા વધુ સમયથી નોકરી કરતા સ્ટાફની બદલી થતી હોય છે. વડોદરા પોલીસ તંત્રના અંદાજે ૧૦૦ થી વધુ કર્મચારીઓ એવા છે, જેઓની બદલી પાંચ વર્ષથી થઇ નથી. ગઈકાલે જ રાજ્ય પોલીસ વડા આવ્યા પછી હવે આગામી દિવસોમાં મોટાપાયે બદલી થાય તેવી ચર્ચા પોલીસ બેડામાં શરૃ થઇ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here