વડોદરા શહેરમાં લગ્નનો વાયદો કરી શારીરિક સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બનેલી યુવતીનો ગર્ભપાત કરાવી પછી લગ્ન માટે ઇનકાર કરનાર યુવક સામે કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, સયાજીપુરા વિસ્તારમાં રહેતી 19 વર્ષની યુવતી અને ત્યાં જ રહેતા 19 વર્ષના ધર્મેશ શંકર વાલ્મિકી વચ્ચે પ્રેમ સંબંધ હતો. યુવકે લગ્ન કરવાની ખાતરી આપીને યુવતી સાથે સંબંધીના ઘરે તથા વિવિધ સ્થળોએ શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતી ગર્ભવતી બનતા યુવકે તેને પટાવી ફોસલાવી ગર્ભપાત કરાવ્યો હતો. બાદમાં લગ્ન માટે ઇનકાર કરી યુવતીને તરછોડી દેતા પીડિતાએ પોલીસમાં અરજ કરી હતી. પોલીસે યુવક સામે બીએનએસની ધારા 69 અને 88 હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. ભોગ બનનાર યુવતીનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું છે તથા ગર્ભાવસ્થા અને ગર્ભપાત દરમ્યાન કઈ હોસ્પિટલમાં સારવાર મળી હતી તેની તપાસ ચાલુ છે.

