VADODARA : પ્લાસ્ટિકની ડોલ અને ડબ્બાની આડમાં છુપાવેલ દારૃ ભરેલી ટ્રક ઝડપાઇ

0
79
meetarticle

ઇંટોલા ગામની સીમમાં ગઇ રાત્રે ડિલિવરી માટે આવેલી દારૃ ભરેલી એક ટ્રક પોલીસે ઝડપી પાડી હતી. પ્લાસ્ટિકની ડોલ તેમજ ડબ્બાની આડમાં છુપાવેલ દારૃના જથ્થા સહિત કુલ રૃા.૨૯.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ઇંટોલા ગામની સીમમાં બુલકાફ કેન્દ્રથી આગળ પ્લોટ નંબર-૨માં આવેલ તિરુપતી ગૃહ ઉદ્યોગની બાજુમાં એક ખુલ્લા પ્લોટની સામે કાચા રસ્તા પર કેસરી કલરની આઇસર ટ્રક ઊભી છે. ટ્રકમાં બાંધેલી તાડપત્રી નીચે દારૃનો જથ્થો છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસે ગઇરાત્રે દરોડો પાડી તપાસ હાથ ધરતા ટ્રક ઊભેલી જણાઇ હતી પરંતુ અંદર કોઇ વ્યક્તિ મળી ન હતી.

દરમિયાન પોલીસે તાડપત્રી ખોલીને જોતા શરૃઆતમાં પ્લાસ્ટિકની ડોલો અને ડબ્બા મળ્યા હતા તેને દૂર કરતા દારૃનો જથ્થો જણાયો હતો. પોલીસે રૃા.૧૬.૨૩ લાખ કિંમતની દારૃની ૫૨૪૪ બોટલો, ૬૪૧૦ નંગ ડોલ અને ૫૪૦૦ નંગ પ્લાસ્ટિકના ડબ્બા મળી કુલ રૃા.૨૯.૫૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ટ્રકના નંબરના આધારે તપાસ કરતા તેનો માલિક આકાશ અશોક ઠાકરડા (રહે.ટેકરાવાળું ફળિયું, ભાલીયાપુરા) જાણવા મળ્યું હતું. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here