VADODARA : બરોડા ડેરીના ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા, આવતીકાલે છેલ્લો દિવસ

0
7
meetarticle

વડોદરા જિલ દૂધ ઉત્પાદક સંઘ લી.ની આગામી તા.18 માર્ચે યોજાનારી બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણી માટે આજે વર્તમાન ડિરેક્ટરોએ ફોર્મ ભર્યા હતા. 

બરોડા ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આજે ડેરીના 13 ડિરેક્ટરોએ એક સાથે ફોર્મ ભર્યા હતા અને એકતાનો પરિચય આપ્યો હતો. 

આ તબક્કે અન્ય ઝોનના પણ કેટલાક ઉમેદવારો તેમના ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા. બપોર સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેનાર છે. 

આવતીકાલે ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ છે અને ત્યારબાદ ચકાસણી અને ફોર્મ પાછા ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી લડનારા ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવામાં આવનાર છે. આજે ફોર્મ ભરાયા ત્યારે એકેદારો પણ મોટી સંખ્યામાં હાજર રહેતા જૂની કલેકટર કચેરીના પ્રાંગણમાં ઉત્તેજના‌ સભર માહોલ જોવા મળ્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here