ભારત-ન્યૂઝિલેન્ડની મેચ જોવા આવનાર પ્રેક્ષકોને લૂંટવા આવેલી યુપીની ગેંગને કોર્ટે જ્યુ.કસ્ટડીમાં મોકલી છે.

કોટંબી સ્ટેડિયમ ખાતે પ્રેક્ષકોના મોબાઇલ ચોરી જનાર ગેંગના સુબૂર પઠાણ,ખાલિદ મેવાતી અને રાશીદ સમસાદને સયાજીગંજ પોલીસે ઝડપી પાડતાં તેમની પાસે ૯ મોબાઇલ મળ્યા હતા.
ટ્રેનમાં ચોરી કરવા માટે વડોદરા આવીને પરત ફરતી વખતે પકડાઇ ગયેલા ત્રણેયને જેલમાં મોકલ્યા બાદ હવે જરોદ પોલીસ દ્વારા તેની ધરપકડ માટે તજવીજ કરવામાં આવનાર છે.
