VADODARA : મકરપુરાના કારખાનામાં આગ લાગ્યા બાદ મધપૂડો છંછેડાતાં નાસભાગ મચી

0
14
meetarticle

મકરપુરા જીઆઇડીસીના એક કારખાનામાં આજે બપોરે આગના બનાવ દરમિયાન મધમાખીઓ ઉડતાં નાસભાગ મચી હતી.

મકરપુરા જીઆઇડીસીમાં આવેલી પૂજા એન્જિનિયરિંગમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડ પહોંચી હતી.જે દરમિયાન ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં આગ લાગી હોવાનું જણાઇ આવ્યું હતું.

આ દરમિયાન મધપૂડો છંછેડાતાં મધમાખીઓનું ઝુંડ ઉડયું હતું.જેને કારણે એકત્રિત થયેલા લોકોમાં નાસભાગ થઇ હતી.જો કે ,જીઆઇડીસી ફાયર બ્રિગેડે વીજ પુરવઠો બંધ થાય તેની રાહ જોયા વગર તરત જ આગ કાબૂમાં લઇ લેતાં વધુ નુકસાન અટક્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here