ચૂંટણી પંચે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશના કાર્યક્રમમાં ફોર્મ જમા કરાવવાની છેલ્લી તા.૧૧/૧૨/૨૦૨૫ સુધી લંબાવી છે.

જે અંતર્ગત બાકી રહેલા મતદારોની સુવિધા અર્થે વિશેષ કેમ્પનું આયોજન તા.૦૭/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરાના તમામ ૧૦ વિધાનસભા મતવિભાગ વિસ્તારના મતદાન મથક પર કરવામા આવ્યું છે.જે કેમ્પમાં બી.એલ.ઓ.સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી હાજર રહેશે.જેમા મતદારોને વર્ષ ૨૦૦૨ની મતદારયાદીમા નામ શોધવા,ફોર્મ ભરાવવા,ભરેલ ફોર્મ સ્વીકારવા તેમજ મેપીંગ વગરના મતદારો દ્વારા સ્વેચ્છાએ જરૃરી દસ્તાવેજો સ્વીકારવા સબંધિત કામગીરી કરવામા આવનાર છે.
