VADODARA : માંજલપુરના પાર્ટી પ્લોટમાંથી ડોક્ટરના મોબાઇલ ફોનની ચોરી

0
33
meetarticle

લગ્ન પ્રસંગમાં ફોટા  પડાવતા સમયે નજીકમાં મૂકેલા બે પર્સ ચોર લઇ ગયો હતો. જેમાં ૭૦  હજારની કિંમતના બે મોબાઇલ ફોન  હતા.

માંજલપુર અવધૂત ફાટક  પાસે ખોડલ નગરમાં રહેતા પ્રીતિબેન પ્રતીતભાઇ વ્યાસ કારેલીબાગની એક ડેન્ટલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરે છે. ગત ૨૧ મી નવેમ્બરે તેમના ભાઇનો લગ્ન પ્રસંગ માંજલપુર સરસ્વતી ચાર રસ્તા પાસે વિનાયક પાર્ટી પ્લોટમાં હતો. બપોરે બે વાગ્યે સગા સંબંધીઓ ફોટા પડાવતા હતા. પ્રીતિબેન તથા તેમની માતાએ પર્સ નજીકમાં મૂક્યા હતા. ફોટા પડાવ્યા  પછી તેમણે જોયું તો બંને પર્સ ચોરાઇ ગયા હતા. જે પર્સમાં બે મોબાઇલ ફોન હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here