માંજલપુરની મારૃતિધામ સોસાયટીના બંધ મકાનમાંથી ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા મળી ૧ લાખની મતા ચોરી ગઇ હતી.

માંજલપુર જ્યુપીટર ચાર રસ્તા પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતા ફતેસિંહ રતનસિંહ ચૌહાણ ગઇકાલે રાત્રે આઠ વાગ્યે નોકરી પર ગયા હતા. તેમના પુત્ર અને પુત્રવધૂ મકાનને તાળું મારીને લગ્ન પ્રસંગે પાદરા રણછોડજીના મંદિરે ગયા હતા. આજે સવારે ફતેસિંહ ઘરે પરત આવ્યા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. ચોર ટોળકી તેમના ઘરમાં ઘુસીને તિજોરીનું લોક તોડીને ૪૦ હજાર રોકડા તથા સોનાની દોઢ તોલા વજનની ચેન અને ચાંદીનો ઝૂડો મળી ૧ લાખની મતા ચોરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, દોઢ તોલા સોનાની કિંમત હાલની બજાર કિંમત મુજબ ૧.૮૦ લાખ થાય છે. જ્યારે પોલીસે માત્ર ૫૦ હજાર જ ભાવ ગણ્યો છે.

