VADODARA : માંજલપુરમાં 2.42 કરોડના ખર્ચે લાઇબ્રેરી ટૂંક સમયમાં ખુલ્લી મુકાશે

0
35
meetarticle

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા લોકોને ટુંક સમયમાં વાંચન માટે લાઇબ્રેરીની સુવિધા મળશે. હાલ 2.42 કરોડના ખર્ચે લાઈબ્રેરીનું નિર્માણ થઈ રહ્યું છે. આ લાઇબ્રેરી કુલ 1192 ચોરસ મીટરમાં નિર્માણ પામશે. સંપૂર્ણ બિલ્ડીંગ 593 ચો૨સ મીટ૨માં હશે, જેમાં 78 વ્યક્તિઓ માટે સામાન્ય બેઠક વ્યવસ્થા જ્યારે ત્રીસ વ્યક્તિ માટે ઈ-લાઈબ્રેરીમાં બેઠક વ્યવસ્થા હશે, જ્યારે 16 વ્યક્તિઓ અખબાર/મેગેઝીન વાંચી શકે તે માટે અલગ સેક્શન પણ તૈયા૨ ક૨વામાં આવેલ છે. આમ કુલ 124 વ્યક્તિઓ એક સાથે વાંચનનો લાભ લઈ શકશે.

આ ઉપરાંત વાંચન પ્રવૃતિ સાથે-સાથે આઉટડો૨ બેઠક વ્યવસ્થા તેમજ એક્ટીવીટી માટે ગાર્ડન સ્પેસ, ચિલ્ડ્રન પ્લે એરીયા પણ રાખવામાં આવ્યો છે. કોર્પોરેશને શહેરના નિઝામપુરા અને સુભાનપુરા ખાતે પણ લાઇબ્રેરી બનાવી છે. આ લાઇબ્રેરીનો લોકો હવે ઉપયોગ શરૂ કરી શકે તે માટે કોર્પોરેશનને કામગીરી હાથ ધરી છે. આ અંગે સ્ટેન્ડિંગ સમિતિમાં  લાઇબ્રેરી માટે સ્ટાફ, નીતિ નિયમો અને મેમ્બરશીપ મેળવવા સહિતના ધારા ધોરણો નક્કી કરવા સંદર્ભે એક દરખાસ્ત મંજૂર કરી છે. 

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here