VADODARA : માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત

0
39
meetarticle

વડોદરાના મકરપુરામાં જૂની મસ્જિદ સામે સરવણ ક્વાર્ટરમાં રહેતા નયનભાઈ વામનરાવ મરાઠે (ઉંમર વર્ષ 56) માણેજા જીજી માતાના મંદિર સામે આવેલી સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે.

તેઓ નોકરી પર જવા માટે નીકળ્યા હતા. માણેજા તરફ જતા રોડ પર રોડ ક્રોસ કરતી વખતે સામેથી આવતી કારના ચાલકે તેઓને ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here