વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બ્લુ લગુન હોટલની ગલીમાં એલસીબી ઝોન 2 ની ટીમે રેડ કરીને ગાંજાનું છૂટકમાં વેચાણ કરનાર કેરિયરને ઝડપી પાડ્યો હતો. કેરિયર પાસેથી રૂપિયા 27,000 નો ગાંજો, મોબાઈલ મોપેડ અને રોકડ રકમ મળી રૂપિયા 85 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે MPના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા રજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગાંજો, એમડી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનું છુપી રીતે વેચાણ કરવાના આવતું હોય છે. ત્યારે એલ.સી.બી ઝોન 2ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહી હતી. તે દરમીયાન બાતમી મળી હતી કે ફતેગંજ બ્લુ લગુન હોટલની ગલીમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાની સામે એક ઇસમ ગ્રીન કલરની મોપેડ ઉપર બેઠો છે અને તેણે મોપેડની ડેકીમાં ગાંજો રાખેલ છે તેમજ ગાંજાનું છૂટકમાં વેચાણ કરે છે અને હાલમાં વેચાણ ચાલુ છે. જેના આધારે એલ.સી.બી ઝોન 2 ની ટીમે બાતમી મુજબના સ્થળ રેડ કરી હતી. ત્યારે સ્થળ પરથી રીઝવાન ગુસુફભાઈ દિવાન (રહે. રાજા રાણી તળાવ, જીઈબીની ગલીમાં, પાણીગેટ, વડોદરા શહેર) ઝડપાઈ ગયો હતો. કેરિયર શાંતિલાલ બાબુલાલ (રહે, રતલામ મધ્યપ્રદેશ)ની પાસેથી ગેરકાયદેસર વગર પાસ પરમીટે એક કિલોગ્રામની ગાંજો ખરીદ કરી તે ગાંજાનો જથ્થો છૂટકમાં વેચાણ કરવા મોપેડની ડેકીમાં મૂકી બેઠો હતો. જેથી એલસીબી ઝોન 2ની ટીમ પકડાયેલ આરોપીએ પાસેથી ગાંજાનો જથ્થો વજન 157 ગ્રામ, કિ.રૂ.27 હજાર, રોકડા રૂપિયા મોબાઇલ તથા મોપેડ મળી રૂ.85 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે મધ્યપ્રદેશનો સપ્લાયર નહીં પકડાતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

