VADODARA : મોબાઇલમાં વધુ પૈસા કમાવાની લાલચમાં યુવાને ૨.૧૫ લાખ ગુમાવ્યા

0
28
meetarticle

મોબાઇલમાં પૈસા કમાવવાની લાલચ આપી જરોદના યુવાન સાથે ઓનલાઇન ગઠિયાઓએ રૃા.૨.૧૫ લાખની ઠગાઇ કરી હતી.

જરોદની પાર્શ્વભુમી સોસાયટીમાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશનો વતની અનિકેત રાજેન્દ્ર યાદવે જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું  હાલોલની ખાનગી કંપનીમાં નોકરી કરુ છું. તા.૧૯ સપ્ટેમ્બરના રોજ હું કંપનીમાં હતો ત્યારે અજાણ્યા નંબરથી મારા મોબાઇલના વોટ્સએપમાં હેલ્લોનો મેસેજ આપતા મેં રિપ્લાય આપ્યો  હતો. સામેથી મને કહ્યું  હું શમીકા છું, મેઘા ઇન્ડસ્ટ્રિઝના એચઆર ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું, તમને પૈસા કમાવામાં રસ છે તેમ કહેતા મેં કેવી રીતે તેવો પ્રશ્ન કરતા સામેથી ખાલી ટાઇમમાં મોબાઇલથી પૈસા કમાઇ શકો છો તેમ જણાવ્યું હતું.તેમણે અલગ-અલગ કંપનીઓના નામ આપીશું અને તે કંપનીના નામો ગુગલ બ્રાઉઝર પર સર્ચ કરી વેબસાઇટ પર જઇને સ્ક્રિનશોટ પાડીને ફોટો અમને વોટ્સએપ કરવાનો રહેશે તેમ કહ્યું હતું. બાદમાં હું ઘેર આવ્યો ત્યારે પહેલા ટાસ્કનો મેસેજ આવતા મેં લિન્ક ઓપન કરી કામ કરતા મં  આપેલા મારા ખાતામાં પૈસા જમા થયા હતાં. ત્યારબાદ આગળના ટાસ્ક કરતા વધુ પૈસા મળતા હતાં. તેમણે મને ટેલીગ્રામ લીન્ક પરથી મેસેજ કરવાનો ટાસ્ક આપતા તેને ફોલો કર્યો હતો અને બાદમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં વધારે પૈસા જમા કરાવવાનું કહેતા કુલ રૃા.૨.૧૫ લાખ આપ્યા હતાં અને બાદમાં વધુ રકમ ટ્રાન્સફર કરવાનું કહેતા મેં ના પાડી દીધી હતી અને ૧૯૩૦  હેલ્પલાઇન પર ફોન કરતા રૃા.૯૧ હજાર બ્લોક થઇ ગયા  હતાં.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here