ચાણોદ ખાતે ગાયકવાડી ઘરનાળુ જર્જરી હોવાને લઈને ભારે વાહનો માટે પ્રતિબંધ વચ્ચે આજે લક્ઝરી અને લક્ઝરીઓ અહીંથી પસાર થતી હતી ટેમ્પા આયસર સહિત અનેક વાહનો અહીંથી પસાર થતા હતા

ચાણોદ સાથે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
ડભોઇ તાલુકાના તીર્થ સ્થાન ચાણોદ ખાતે આજે ભાદરવા શ્રાદ્ધ પક્ષ ની સર્વ પિતૃ શ્રાધ અમાવસ્યા સાથે રવિવાર ના સંયોગ સર્જાતા આજે વરસાદી માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઓનો ઘસારો જોવા મળ્યો હતો. ચાણોદ ના સ્નાન ઘાટ મંદિરો હોલ માં ઠેર ઠેર શ્રદ્ધાળુઓ પિતૃ શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરાવતા જોવા મળ્યા હતા બજારમાં ભારે ભીડ જોવા મળી હતી પાર્કિંગ રસ્તાઓ ની આસપાસ વાહનોના ખડકાયેલા જોવા મળ્યા હતા ચાણોદા બસ સ્ટેન્ડ પર મુખ્ય બજાર ચાર રસ્તા ચણોદ થી નવા માંડવા વીજ કચેરી સુધી દૂર દૂર રસ્તાની આસપાસ વાહનો ની કતાર જામી હતી.

ચાણોદ ખાતે બી.એન હાઈસ્કૂલ પાસે ગાયકવાડી ગરનાળું જર્જરી હોવાના રિપોર્ટ આવતા ભારે વાહનો માટે પ્રતિબંધ લાદેલ હોય આજે લક્ઝરી અને લક્ઝરીઓ મોટા વાહનો પસાર થતા હતા એસટી નિગમની બસ ચાણોદ બસ સ્ટેન્ડ પર ના આવતી હોવાને લઈને માંડવા થી ચાલતું આવવું પડતું હોય મુસાફરોમાં યાત્રિકોમાં કચવાટ સાથે રોષ જોવા મળ્યો હતો

મહિલા આ બાલ વૃદ્ધ બાળકો સાથે ચાલતું આવું પડતું હતું રોજની આ સ્થીતી માથી ઉકેલ ક્યારે આવશે તે બાબતે તંત્ર સામે નિશાશા નાખ્યા હતા
REPOTER : મુકેશ ખત્રી ચાણોદ

