VADODARA : રાજસ્થાનથી વડોદરા શહેરમાં ડિલિવરી દુમાડ ચોકડીથી ગાડીનો પીછો કરતા દારૃ સાથે પાદરાનો શખ્સ ઝડપાયો

0
43
meetarticle

વડોદરા, તા.2 વડોદરા નજીક દુમાડ ચોકડીથી દેણા સુધી એક આઇસરનો પીછો કરી માર્બલ પાવડરની આડમાં સંતાડીને લઇ જવાતો દારૃ અને બીયરનો જથ્થો જિલ્લા પોલીસે ઝડપી પાડી પાદરાના એક શખ્સની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ દુમાડ ચોકડી પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સાવલીરોડ એક્ઝિટ પોઇન્ટ પર વાહન ચેકિંગ જિલ્લા એલસીબીના માણસો કરતા હતા ત્યારે માહિતી મળી હતી કે રાજસ્થાનના ઉદયપુરથી એક આઇસર ગાડી દારૃનો જથ્થો ભરીને નીકળી વડોદરા શહેરમાં આવવાની છે. બાતમી મુજબની આઇસર ટ્રક મળસ્કે સાડા ત્રણ વાગે આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી ઊભી રાખવાના બદલે ભગાવી હતી.

દરમિયાન પોલીસે પણ તેનો પીછો કરી વેમાલી ગામની સીમમાં આઇઓસી પેટ્રોલપંપ પાસે ગાડી ઝડપી પાડી હતી. ગાડીમાં બેસેલા ડ્રાઇવરનું નામ પૂછતા તેણે ચુનીલાલ દાલુજી ચૌહાણ ૯રહે.સંતરામનગર, પાતળીયા હનુમાન મંદિર પાસે, પાદરા) જણાવ્યું હતું. ગાડીમાં શું છે તે અંગે પૂછપરછ કરતાં તેણે માર્બલ પાવડરની આડમાં દારૃનો જથ્થો ભર્યો છે તેમ જણાવ્યું હતું. પોલીસે ગાડીની તાડપત્રી ખોલી પાવડર ભરેલી બેગો હટાવી તપાસ કરતા મીણીયા થેલીઓમાં દારૃ અને બીયરનો જથ્થો મળ્યો હતો.

પોલીસે માર્બલ પાવડરની ૧૮૦ બેગો, દારૃ અને બીયરની ૫૦૬૪ બોટલો, ટીન તેમજ આઇશર ગાડી મળી કુલ રૃા.૧૧.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા ચુનીલાલે પોલીસને જણાવ્યું હતું કે ઉદયપુર નજીક ભટેવર નજીક ખેતરમાંથી મારા મિત્ર વિનોદ નારાયણ ખટીક (રહે.ધનલક્ષ્મી સોસાયટી, વાઘોડિયારોડ)એ ગાડી ભરીને આપી હતી અને વડોદરામાં ગોલ્ડન ચોકડી પહોંચી ફોન કરવા જણાવ્યું હતું.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here