VADODARA : રાયકા-દોડકા વિસ્તારમાં દીપડાના આંટાફેરા: મોકસી ગામ પાસે ખેતરમાં દિપડો કેમેરામાં કેદ

0
54
meetarticle

વડોદરા નજીક રાયકા અને દોડકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દિપડો દેખાવાની ચર્ચાએ ગ્રામજનોમાં ભય ફેલાવ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે મોકસી ગામ પાસે ખેતરમાં દિપડો કેમેરામાં કેદ થતાં ચર્ચાની પુષ્ટિ થઈ હતી. 

વડોદરા નજીકના રાયકા અને દોડકા ગામોમાં છેલ્લા બે દિવસથી દિપડો દેખાયો હોવાની ચર્ચાએ ગ્રામજનોમાં ચિંતાનો માહોલ ફેલાવ્યો છે. ગ્રામજનો દ્વારા વિવિધ વિસ્તારોમાં દિપડાને જોયાની અફવાઓ વચ્ચે આખરે ગઈકાલે રાત્રે મોકસી ગામ પાસેના ખેતરમાં દિપડો કેમેરામાં કેદ થતા આ વાતની પુષ્ટિ થઈ હતી. રાત્રિના સમયે ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યો હતો તે સમયે અચાનક દિપડાને જોયો હતો. દિપડાના વીડિયો પુરાવા મળતાં વનવિભાગને જાણ કરવામાં આવી હતી. વનવિભાગના અધિકારીઓ અને ટીમોએ તાત્કાલિક વિસ્તારની મુલાકાત લીધી હતી. હાલમાં દિપડો કયા દિશામાં ગયો છે તે જાણવા માટે આસપાસના વિસ્તારોમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. રાત્રિના સમયે લોકો ખેતરોમાં અથવા એકાંત વિસ્તારોમાં ન જવાની સૂચના અપાઈ છે. ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here