VADODARA : લાલબાગ ઓવરબ્રિજથી શ્રેયસ સ્કુલ સુધીના દબાણોનો સફાયો : 3 ટ્રક સામાન કબજે

0
11
meetarticle

 વડોદરા શહેરમાં ચારે બાજુએ રોડ રસ્તા પર આડેધડ ગેરકાયદે દબાણો થઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે. શહેરની મધ્યમાં નવા બજાર ખાતે પાલિકા મ્યુનિ. કમિશનર સ્વયં રાત્રે ઓચિંતી મુલાકાતે નીકળ્યા હતા અને રસ્તા પરના ગેરકાયદે ઓટલાઓનો સફાયો કરતા રોડ રસ્તા ખુલ્લા થયા હતા. 

ત્યારબાદ આજે પાલિકા દબાણ શાખાની કાર્યવાહી પણ મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ હતી. એમાં લાલબાગ ઓવરબ્રિજ નીચેથી શ્રેયસ સ્કૂલ સુધી અને મસિયા કાંસથી જુના મકરપુરા પોલીસ સ્ટેશન સુધી અને સર્કલ સુધી ઠેર-ઠેર થયેલા હંગામી દબાણો તંત્ર દ્વારા દૂર કરાયા હતા. આ કાર્યવાહી દરમિયાન દબાણ શાખાએ ત્રણ ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. ફૂટપાથ પર દુકાનદારોએ લોખંડની અંદરથી લગાવેલા બોર્ડ તથા મોટા હોર્ડિગ્સ પણ દબાણ શાખાની ટીમે તોડી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ તંત્રની મદદ માટે ખડે પગે રહ્યું હતું. જ્યારે દબાણ શાખાની કાર્યવાહીમાં બે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન ઠેક ઠેકાણે તમાશો જોવા લોક ટોળા એકત્ર થતાં પોલીસ તંત્રએ સમજાવટથી તમામને ખસેડ્યા હતા.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here