વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર આજે સવારે કારમાં આગ લાગવાનો બનાવ બનતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.

સતત અવરજવરથી ધમધમતા લાલબાગ બ્રિજ ઉપરથી પસાર થતી એક કારમાંથી ધુમાડા નીકળતાં ચાલકે કાર એક બાજુએ ઉભી રાખી હતી અને ઝડપભેર નીચે ઉતરી ગયો હતો. આ સાથે જ ભડભડ કરતી આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.
બનાવને પગલે લાલબાગ બ્રિજની બંને બાજુએ ટ્રાફિકજામ થઈ જતા નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા. આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. જ્યારે ટ્રાફિક પૂર્વત કરવા માટે વડોદરા પોલીસની ટીમો દોડી આવી હતી.

