વડોદરા,માંજલપુરની સનસિટિ સોસાયટીના બંધ મકાનની બારીના સળિયા કાપીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના મળીને ૧.૧૬ લાખની મતા લઇ ગઇ હતી.

માંજલપુર સનસિટિ સોસાયટીમાં રહેતા સંતોષભાઇ ઓમપ્રકાશભાઇ જરગર રેસકોર્સ ગેંડા સર્કલ પાસે આવેલી બ્યુરો વરીટાસ પ્રા.લિ. કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગત ૧૭ મી તારીખે હું વતનમાં પરિવાર સાથે ભોપાલ ગયો હતો. બીજા દિવસે પાડોશીએ ફોન કરીને જાણ કરી કે, તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે. જેથી, સંતોષભાઇ ભોપાલથી પરત વડોદરા આવ્યા હતા. તેમના મકાનના પાછળના દરવાજાની બાજુમાં બારીના સળિયા કાપીને અંદર ઘુસેલા ચોર ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૃપિયા ૧.૧૬ લાખની મતા ચોરી ગયા હતા. જે અંગે માંજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

