વડોદરાની આસપાસના હાઇવે પર ફરી એક વાર ખાડાઓ પડી જતાં ઠેકઠેકાણે ટ્રાફિક જામ થઇ રહ્યો છે અને વાહનચાલકો ખૂબ જ પરેશાની વેઠી રહ્યા છે.
ચોમાસા દરમિયાન વડોદરા-કરજણ વચ્ચે સાંકડા બ્રિજ અને ખાડાઓને કારણે ૧૦ થી ૧૫ કિમી સુધી ટ્રાફિક જામ થવાના બનાવ બનતા હતા.જેને કારણે ઊહાપોહ થતાં નેશનલ હાઇવે ઓથોરિટીની જવાબદારી બનતી હોવા છતાં વડોદરા શહેર પોલીસે કારપેટિંગ કરાવી તેમજ ટીમો મૂકીને ટ્રાફિકની સમસ્યા હળવી કરી હતી.

આજે વડોદરા-કરજણ વચ્ચે પોર થી બામણગામ વચ્ચે ચાર કિમી જેટલો ટ્રાફિક જામ થયો હતો.જ્યારે,દેણા વિશ્વામિત્રી બ્રિજ પાસે પણ મોટા ખાડાઓ પડી જવાથી ત્યાં પણ વાહનો ખૂબ જ ધીમેથી પસાર થઇ રહ્યા છે અને તેને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઇ છે.

