વાગરા તાલુકાના વિલાયત GIDCમાં આવેલી બેજવાબદાર કંપનીઓ દ્વારા જાહેરમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) અને સ્થાનિક આગેવાનોની મુલાકાત દરમિયાન એક કંપનીની સેફ્ટી ટેન્ક તૂટેલી હાલતમાં જોવા મળી હતી, જેમાંથી કેમિકલવાળું પાણી સીધું તળાવમાં ભળી રહ્યું છે.

આ દૂષિત પાણીનો ઉપયોગ સ્થાનિક ખેડૂતો ખેતી માટે કરવા અને પશુઓને પીવડાવવા માટે મજબૂર બન્યા છે. સ્થાનિકોએ GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) પર માત્ર નમૂના લેવા સિવાય કોઈ નક્કર કાર્યવાહી ન કરવાનો આક્ષેપ કર્યો છે.
‘આપ’ના નેતાઓએ જણાવ્યું હતું કે આ અંગે GPCB ને ફરી રજૂઆત કરવામાં આવશે અને જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં સ્થાનિકોને સાથે રાખીને આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં પણ આ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીના કારણે જળચરો મૃત્યુ પામ્યા હતા.
