VADODARA : વાગરાના સાયખા માર્ગ પર ફોર્સ ક્રૂઝર પલટી મારી જતાં અફરાતફરી: નવીન રોડ પર બેફામ ગતિએ વધુ એક અકસ્માત નોતર્યો, મોટી જાનહાનિ ટળી

0
12
meetarticle

વાગરા તાલુકાના સારણ-સાયખા માર્ગ પર ગતરોજ એક ભયાનક અકસ્માત સર્જાતા રહી ગયો હતો. સારણ તરફથી સાયખા જઈ રહેલી એક ફોર્સ ક્રૂઝર (નંબર GJ-16-AY-2586) ના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રોડની નીચે ઉતરી ગયું હતું અને પલટી ખાઈ ગયું હતું. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદ્દનસીબે તેમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.


સ્થાનિકોના જણાવ્યા મુજબ, સારણ-સાયખા માર્ગનું તાજેતરમાં જ નવીનીકરણ કરવામાં આવ્યું છે, ત્યારથી આ રોડ પર વાહનોની ગતિ બેફામ બની છે. નવીન માર્ગ પર વાહનચાલકો ફૂલ સ્પીડે વાહનો હંકારતા હોવાથી અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા. અકસ્માતના પગલે માર્ગ પર થોડો સમય ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here