વાઘોડિયા તાલુકાના નાનકડા ગામ રવાલ ખાતે 30 વર્ષીય યુવાન નો મૃતદેહ તેણી પ્રેમીકા ના ઢાબા પર થી મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે
વાઘોડિયા તાલુકા ના રવાલ ગામનો વતની વિપુલ ઠાકોરભાઈ સોલંકી ઉ વર્ષ 30 કે જેઓ પરિણીત છે અને એક પુત્ર નો પિતા છે તેણે ગામની જ પરિણીત યુવતી સાથે પ્રેમ સંબંધ હતો તેણી પ્રેમીકા રક્ષાબંધન નો તહેવાર કરવા ઘરે આવી હતી પરંતુ તબીયત બગડતાં તે રોકાઈ ગ ઇ હતી ગત રોજ વિપુલ ઠાકોરભાઈ સોલંકી રાત્રે જમી પરવારી ને પ્રેમીકા ના ઘર પાછળ નો વંઢો કુદીને પ્રેમીકા ને મળવા ધાબા પર મળવા ગયો હતો

તે દરમિયાન તે ઘરમાં પ્રેમીકા ની દિકરી અને માતા એકલી જ હતી અને ઘાબા પર ધડાકાભેર ધબ જેવો અવાજ રાત્રી ના સાડા નવ વાગ્યે સાંભળ્યો હોવાનું પોલીસ ને જણાવ્યું હતું સવારે જ્યારે ઘાબા પર જ ઇ ને જોયું ત્યારે યુવક નિર્જીવ દેહ પડેલો જોતાં યુવક ના પરીવારજનો ને જાણ કરતા યુવક ના પરીવારજનો દોડી આવી ને વાઘોડિયા પોલીસ ને જાણ કરતા વાઘોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી ને જોતા મરનાર યુવક ના ચહેરા પર,ગરદન પર, અને હાથ પર નખ ના ચિન્હો પોલીસ ને જોવા મળ્યા હતા મરનાર યુવક નો મોબાઈલ ફોન ધાબા પર ઉગી નિકળેલા ઘાસ માં થી મળી આવ્યો હતો અને મરણ સ્થળ નજીક થી ઇલેક્ટ્રિક વિજ બોર્ડ ના તુટેલા વાયરો લટકતા જોવા મળ્યા હતા મરનાર યુવક ના પરીવારજનો એ પ્રેમીકા એ હત્યા કરી હોવાનો આક્ષેપ કર્યો હતો વાઘોડિયા પોલીસે યુવક નો મૃતદેહ કબજે કરી ને પેનલ પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપી ને હાલ અકસ્માત મોત ના અણસાર હેઠળ ઝીણવટભરી તપાસ હાથ ધરી છે હાલ પેનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવક ની હત્યા કે પછી અકસ્માત થયો છે તે અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવક ના મોત નું સાચ્ચું કારણ બહાર આવશે હાલ વાઘોડિયા પોલીસ ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે
REPOTER : કિશન રોહિડા વાઘોડિયા

