વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગઇકાલે મગરોની ગણતરી હાથ ધરવામાં આવી છે.જેમાં ૧૦૦થી વધુ લોકો સામેલ થયા હતા.

વિશ્વામિત્રી નદીમાં ફેબુ્રઆરી-૨૦૨૫માં પણ મગરોની ગણતરી કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાંથી પસાર થતા નદીના વિસ્તારમાં ૪૪૨ જેટલા મગરો જણાઇ આવ્યા હતા.જ્યારે,૧૦વર્ષ પહેલાં વર્ષ-૨૦૧૫માં ઉપરોક્ત વિસ્તારમાં મગરોની ગણતરી કરવાાં આવી ત્યારે તેની સંખ્યા ૨૬૦ જેટલી થઇ હતી.જેથી નવા આંકડા આવશે તો મગરોની સંખ્યા લગભગ બમણી જેટલી થઇ જશે તેમ મનાય છે.
એમએસયુનિના ઝૂઓલોજી વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને એનજીઓ દ્વારા ગઇકાલે રાત્રે અને આજે સવારે બે તબક્કામાં સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં વેમાલીથી તલસટ સુધીના અંદાજે ૧૭ કિમી વિસ્તારને ૧૦ ઝોનમાં વહેંચીને મગરોના વસવાટવાળા સ્થળોએ ટીમો મૂકવામાં આવી હતી.મગરોની ગણતરી વૈજ્ઞાાનિક ઢબે કરવામાં આવતી હોય છે.જેમાં રાત્રે સ્પોર્ટ લાઇટ વડે મગરોની આંખ પર પ્રકાશ નાંખી અને દિવસે તેમના રહેણાંકના સ્થળે સન બાથ લેવા બહાર આવતા હોવાથી તેમની લંબાઇ અને કદ પરથી ગણતરી કરવામાં આવતી હોય છે.

