શહેરી વિકાસ વર્ષની ઉજવણી અને “સ્વચ્છતા હી સેવા- 2025 સ્વચ્છોત્સવ” અંતર્ગત 15 સપ્ટેમ્બર થી 2 ઓકટોબર સુધી સ્વચ્છતા અભિયાનના વિવિધ કાર્યક્રમો ડભોઇ નગરપાલિકા દ્વારા સમગ્ર નગરના વિવિધ વિસ્તારમા કરવામાં આવ્યા. આ સેવા પખવાડિયા અંતર્ગત ડભોઇ ની સામજિક સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, એન.જી.ઓ જેવી વિવિધ સંસ્થાઓએ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી.

આજરોજ સેવા પખવાડિયાના અંતિમ દિવસે ડભોઈ નગરપાલિકા ખાતે ધારાસભ્યશ્રી શૈલેષભાઇ મહેતાના હસ્તે સફાઈ અભિયાનમાં જીડાયેલ સંસ્થાઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું સાથે જ આ દરમિયાન સફાઈ કર્મચારીઓ દ્વારા સુંદર કામગીરી કરી તેવા કર્મચારીઓ ને પણ 10 હજારની રકમનો ચેક આપી તેઓની કામગીરી બિરદાવી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતા. આ સાથે જ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા આપના જીવનનો એક ભાગ બને અને સ્વચ્છતાને આદત બનાવી આવનારા સમયમાં પણ સફાઇ અભિયાન અંતર્ગત વડાપ્રધાનના સપના ને સાકાર કરવામાં મદદ કરે અને પોતાના જીવનમાં શ્રમદાન કરી નગરને સ્વચ્છ રાખવા માટેની અપીલ કરી હતી.આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા સહિત ડભોઇ નગરપાલિકા ના ચીફ ઓફીસર જયકીશન તડવી, પાલિકા પ્રમુખ બીરેનભાઈ શાહ,પાલિકા પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર,ભાવિશાબેન પરમાર,અને સેનેટરી ઇન્ચાર્જ મહેશભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

