VADODARA : શિવજી કી સવારીમાં સામેલ થવા પાલનપુરની ગેંગ બે રીક્ષામાં આવી, કટરથી મહિલાની ચેન કાપનારા છ પકડાયા

0
16
meetarticle

 વડોદરા શહેરમાં ભક્તોના દાગીના લૂંટવા માટે શિવજી કી સવારીમાં સામેલ થનાર પાલનપુરની ટોળકીના છ સાગરીતોને પોલીસે ઝડપી પાડ્યા છે.

મહાશિવરાત્રીના દિવસે વડોદરાની પરંપરાગત શિવજી કી સવારી પ્રતાપ નગર ખાતેથી નીકળી અને અડધો પોણો કિલોમીટર આગળ આવી હતી તે દરમિયાન નાની શાકમાર્કેટ પાસે એક મહિલાનો અછોડો તૂટ્યો હતો. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ કરતા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરવામાં આવી હતી. 

આ દરમિયાન પોલીસને કેટલાક શંકાસ્પદ શખ્સો જોવા મળ્યા હતા જેની વધુ તપાસ કરતા પાલનપુરની ગેંગ શિવજી કી સવારીમાં જોડાઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ટોળકીના છ સાગરીતોને ઝડપી પાડતા તેમણે રીક્ષામાં પાલનપુરથી વડોદરા દાગીના લૂંટવા માટે આવ્યા હોવાની કબુલાત કરી હતી. શિવજી કી સવારી દરમિયાન આ ગેંગના ચાર સાગરીતો સોનાની ચેન પહેરીને ઊભેલી મહિલાની આસપાસ ગોઠવાઈ ગયા હતા અને નીદિયા નામની મહિલાએ કટર વડે ચેન કાપી બાદલ નામના સાગરીતને આપી દીધી હતી. પોલીસે આ ગેંગને ઝડપી પાડી જુદી જુદી બે રીક્ષા તેમજ સોનાની ચેન ઉપરાંત મોબાઇલ કબજે કર્યા છે. પકડાયેલાઓમાં સાગર પરમાર, બાદલ કોળી, સુરજ ડાભી, સુખદેવ કોળી, નિધિઆ પરમાર અને બબીતા કોળી (તમામ રહે. માન સરોવર, ફાટક પાસે, પાલનપુર) નો સમાવેશ થાય છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here