શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ ભાથુજી મહારાજ મંદિર 25 2 1962 ના દિવસે સ્થાપના થઈ હતી

ત્યારથી આજ દિન સુધી લગાતાર ભાથીજી મહારાજના જવારા શોભાયાત્રા રૂપે ઉર્જા અર્ચના કર્યા બાદ કાઢી રહ્યા છે

ત્યારે આ શોભાયાત્રામાં શ્રી ભાથુજી મહારાજ મંદિરથી વેરાઈ માતા મંદિર સુધીની યાત્રામાં પૂજા અર્ચના સાથે શ્રી ભાથુજી મહારાજના ભુવાજી નારણ બાપુ શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી મહેન્દ્ર ભાઈ રાઠોડ પ્રકાશભાઈ વસાવા દીપકભાઈ સોલંકી બાલવીર ભાઈ કુશવાહા રામકિરોના કુશવાહા વિમળાબેન પટેલ રંજનબેન પંચાલ વિમલબેન પટેલ ધન ગૌરી બેન સોલંકી ભાઈલાલભાઈ પંચાલ અને કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં આજે ડભોઇ નગર દરભાવતી નગરીમાં ધામધૂમથી જવારાનું વરઘોડો કાઢી અને વેરાઈ માતા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યા હતા
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

