VADODARA : સનફાર્મારોડ પર થાર લઇને જતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ મોપેડચાલક યુવકને ટક્કર મારતા મોત

0
20
meetarticle

બહેનપણીઓ સાથે થાર જીપ લઇને લગ્નમાંથી  પરત આવતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ સનફાર્મારોડ  પર એક મોપેડ સવાર યુવકને ટક્કર મારીહતી.  યુવકને ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું. અટલાદરા  પોલીસે ગુનો દાખલ કરી કારચાલક યુવતીની ધરપકડ કરી છે.

અટલાદરા શિવાજીપુરી વુડાના મકાનમાં રહેતો  અભિષેક વાસુદેવભાઇ મોરે, ઉં.વ.૨૫  કુરિયરનું કામ કરતો હતો. ગઇકાલે રાત્રે તે મોપેડ લઇને કામ પર નીકળ્યો હતો. રાત્રે દોઢ વાગ્યે તે મોપેડ લઇને સનફાર્મા રોડ ભીમ તળાવના નાકા પાસેથી જતો  હતો. તે દરમિયાન પૂરઝડપે આવતી એક થાર જીપના ચાલકે મોપેડને ટક્કર મારતા અભિષેક રોડ પર ફંગોળાઇને પટકાયો હતો. તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ  હતી. તે ઉપરાંત હાથ અને ખભા પર પણ તેનેે ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓ થતા અભિષેકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવના  પગલે આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. પોલીસને કોલ કરતા  પોલીસની ગાડી  પણ આવી ગઇ હતી. અટલાદરા પોલીસ કાર ચલાવતી યુવતી ઋષિકા મનોજભાઇ સદનાની, ઉં.વ.૧૯ (રહે.ગૌતમનગર સોસાયટી,જી.ઇ.બી. સર્કલ પાસે, અલકાપુરી) ને કાર સાથે પોલીસ સ્ટેશન લઇ  ગઇ હતી. પોલીસે ગુનો દાખલ કરી યુવતીની  ધરપકડ કરી છે.પોલીસનું જણાવવું છે કે, ઋષિકાના પિતાની અલકાપુરીમાં ઠાકુર સાડી નામની દુકાન છે.  યુવતી તેની બહેનપણીઓ સાથે મોડીરાતે લગ્નમાંથી  પરત આવતી હતી. તે સમયે અકસ્માત થયો હતો.યુવતી નવરચના યુનિવર્સિટીમાં એફ.વાય.બી.એ.માં અભ્યાસ કરે છે. 

શો કર્યો હોવાના આક્ષેપ થતા પોલીસે બ્લેડ સેમ્પલ  લેવડાવ્યા

અકસ્માત પછી ઋષિકા અને તેની બહેનપણીઓ ઊભા રહી ગયા હતા. લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, કાર ચલાવતી યુવતીએ નશો કર્યો હતો. જેથી, પોલીસે કાર ચાલક યુવતીના બ્લડ સેમ્પલ ટેસ્ટિંગ માટે લેવડાવ્યા છે. જોકે, પોલીસનું જણાવવું છે કે, ડોક્ટરના  પ્રાથમિક અભિપ્રાય મુજબ, તેઓએ નશો કર્યો નહતો. તેમછતાંય અમે ફાઇનલ રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે.

જીપની સ્પીડ જાણવા એકસ્પર્ટની મદદ લેવાશે

અકસ્માતમાં જીવ ગુમાવનાર અભિષેક મોરે ડિવાઇડરના કટ  પરથી ટર્ન લેતો હતો. તે સમયે જ થાર જીપે તેને ટક્કર મારી હતી. થાર જીપની ટક્કર વાગતા અભિષેક ઉછળીને રોડ પર  પટકાયો હતો. જ્યારે તેનું મોપેડ અંદાજે ૧૫ ફૂટ સુધી ઢસડાયું હતું. જીપની સ્પીડ અકસ્માત સમયે કેટલી હતી ?  તે જાણવા માટે પોલીસ દ્વારા એક્સપર્ટની મદદ લેવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here