VADODARA : સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે પાર્ક રિક્ષામાં ચોરી કરનાર બે ઝડપાયા

0
13
meetarticle

વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનની સામે પાર્ક કરેલી રિક્ષામાંથી બેટરી, સ્પેર વ્હીલ અને અન્ય સાધનોની ચોરી કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુરના વતની અને હાલ આજવા રોડ વિસ્તારમાં રહેતો વિનોદ રાઠવા પોલીસની શી ટીમમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તે નોકરી પર અવરજવર કરવા માટે પોતાની ઓટોરિક્ષાનો ઉપયોગ કરે છે. ગઈ 6 માર્ચના રોજ તે રાબેતા મુજબ ફરજ પર ગયો હતો અને સયાજીગંજ પોલીસ સ્ટેશન સામે માર્ગની બાજુમાં પોતાની રિક્ષા પાર્ક કરી હતી.

પરંતુ બીજા દિવસે સવારે રિક્ષામાંથી સ્પેર વ્હીલ, બેટરી તેમજ પાના-પક્કડનો સેટ ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આસપાસ લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વહેલી સવારે અંદાજે 4 વાગ્યાની આસપાસ બે શખ્સો રિક્ષામાંથી સામાન ચોરી કરતા કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું હતું.આધારરૂપ પુરાવા મળતાં પોલીસે સાવંત સુરેશભાઈ વાઘેલા (રહે. ટ્રાફિક ઓફિસ સામે ફૂટપાથ ઉપર) અને વિનાયક વિનોદ સુરેલા (રહે. પંચરત્ન બિલ્ડીંગ પાસે, નવાપુરા / મૂળ રહે. રાજસ્થાન)ને ઝડપી પાડી તેમની સામે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here