VADODARA : સરહદ પર ફરજ બજાવતા જવાનોને વિદ્યાર્થીઓ 2700 દિવાળી કાર્ડ મોકલશે

0
44
meetarticle

એમ.એસ.યુનિવર્સિટીની  ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનનાં વિદ્યાર્થીઓ સતત નવમા વર્ષે સરહદ પર ફરજ બજાવતા સુરક્ષા દળોના જવાનોને હાથથી બનાવેલા હાથથી બનાવેલા ૨૭૦૦ જેટલા દિવાળી ગ્રિટિંગ કાર્ડ મોકલશે.આ કાર્ડ દેશની સરહદો કચ્છ, તેજપુર (આસામ), કારગીલ અને તેલંગાણામાં મોકલવામાં આવ્યા છે.

 ફેકલ્ટીના ભૂતપૂર્વ સેનેટ સભ્ય અને  બી ધ ચેન્જ ગુ્રપના ફાઉન્ડર સરલ પટેલે જણાવ્યું હતું કે ૨૦૧૬માં ઉરી હમલા બાદ ૭૫૦ દિવાળી કાર્ડથી આ પ્રવૃત્તિની શરુઆત કરી હતી. આ વર્ષે કમાટીબાગના બેન્ડ સ્ટેન્ડ ખાતે  વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ દિવાળી કાર્ડ બનાવ્યાં હતાં. આ અભિયાનમાં ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સ્કૂલો અને બીજી શૈક્ષણિક સંસ્થાઓ પણ જોડાઈ હતી. આ વર્ષે ૨૦૦ જેટલા કાર્ડ  વિદ્યાર્થીઓએ બનાવ્યા છે.ફેકલ્ટી ડીન પ્રો. નીતિ ચોપરાએ કહ્યું હતું કે  વિદ્યાર્થીઓ દર વર્ષે જવાનોનો દેશની સુરક્ષા કરવા બદલ દિવાળી કાર્ડ મોકલીને  આભાર વ્યક્ત કરે છે. 

વિદ્યાર્થીઓએ બનાવેલા કાર્ડ પોસ્ટ મારફતે રવાના કરવામાં આવ્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here