VADODARA : સુભાનપુરા વિસ્તારમાં ઓફિસમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજારનાર વકીલની ધરપકડ

0
65
meetarticle

વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં ઓફિસ ધરાવતા વકીલે થોડા સમય પહેલા જ તેને ત્યાં નોકરીએ રાખેલી યુવતી પર દુષ્કર્મ ગુજારી ધાગધમકી આપતા યુવતીએ પોતાના પરિવારજનોને જાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જંબુસર નજીકના ગામમાં નોકરી કરતી હોવાથી નજીક નોકરી માટે વકીલના સંપર્કમાં આવી

પોલીસના જણાવ્યા પ્રમાણે, ગોત્રી વિસ્તારમાં રહેતી અને નર્સિંગ શીખેલી યુવતી જંબુસર બોર્ડર પાસેના એક ગામમાં નોકરી કરતી હોવાથી તેને અપડાઉન કરવાનું દૂર પડતું હતું. જેથી એક પરિચિત અને વાત કરતા તેણે સુભાનપુરામાં રહેતા વકીલ કૃણાલ પરમારને જાણ કરી હતી. આરોપીની ઓફિસમાં કામ કરતી એક મહિલાએ નોકરી છોડી દીધી હોવાથી યુવતીને ફેબ્રુઆરી મહિનામાં નોકરી પર રાખી હતી.

દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ દીધેલા ફોટા મિત્રને મોકલ્યા

આરોપીએ જુલાઈના પહેલા વિકમાં પીડીતા સાથે બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ગુજાર્યું હતું. તેણે ફોટોગ્રાફ્સ પણ લઈ લીધા હતા અને આ ફોટો એક મિત્રને મોકલ્યા હતા. જેથી મિત્રએ પીડિતાને જાણ કરતા તે ચોંકી હતી. દરમિયાનમાં આરોપીય ધાગધમકી આપતા તેણે માતા પિતાને જાણ કરી હતી અને ફરિયાદ માટે તૈયાર થઈ હતી.

આરોપીની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ માટે તજવીજ, ઓફિસનું સર્વર FSLમાં મોકલાશે

એસીપીએ કહ્યું હતું કે, પીડિતાની ફરિયાદના પુરાવા એકત્રિત કરવા માટે ગોરવાના પી.આઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુભાનપુરામાં રહેતા કૃણાલ પરમારની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો છે. જ્યારે મોબાઈલના તેમજ ઓફિસ સર્વરના ડેટા મેળવવામાં આવી રહ્યા છ. આ માટે સરોવર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here