વડોદરામાં કેમ્પસ શરુ થયા બાદ પહેલી વખત સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતનો પદવીદાન સમારોહ યોજાયો હતો.જેમાં ૬૬૨ સ્ટુડન્ટસને બેચલર અને માસ્ટરની ડિગ્રી તેમજ ૫૩ સ્ટુડન્ટસને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના છઠ્ઠા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મુખ્યમંત્રી હાજર રહી શક્યા નહોતા.સમારોહમાં ચાન્સેલર હસમુખ અઢિયાએ દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવ્યા બાદ સકારાત્મક અને વિનમ્ર રહેવું જોઈએ. વિદ્યાર્થીઓએ ટેકનિકલ જ્ઞાાનની સાથે ભારતીય આધ્યાત્મિકતાનું જ્ઞાાન પણ મેળવવાનો સતત પ્રયાસ કરવો જોઈએ.જ્ઞાાન પ્રાપ્ત કરવાની કોઈ ઉંમર નથી હોતી.સાથે સાથે મહેનત વગર કોઈ વ્યક્તિ ઊંચા પદ પર પહોંચી શકતો નથી.માનસિક અને શારીરિક ક્ષમતા પણ સફળતા માટે જરુરી છે અને તમારુ વર્તન પણ મહત્વનો ભાગ ભજવે છે.યોગ્ય વર્તન નહીં હોય તો સફળતા નહીં મળે.જીવનમાં અહંકારને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં.
આજે એક સાથે બે વર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી અને મેડલ એનાયત કરાયા હતા.જેમાં બીએ ચાઈનિઝના ૩૨, જર્મન સ્ટડીઝના ૩૫, સોશ્યલ મેનેજમેન્ટના ૪૧ સ્ટુડન્ટસનો સમાવેશ થતો હતો.વિવિધ અનુસ્નાતક કોર્સના

