સેવા પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે ડભોઈ ખાતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજરોજ વડોદરી ભાગોળ ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી ની ઉપસ્થિત માં “એક દિવસ, એક કલાક, એક સાથે સાથે શ્રમદાન”નો કાર્યક્રમ યોજાયો હતો

જેમાં ડભોઈ ના વિવિધ સ્થળો એ સાફસફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જય કિશન તડવી એ જણાવ્યું હતું કે સ્વચ્છતાને આદત બનાવવી જોઈએ અને વર્ષમાં કામ સે કમ 100 કલાક સ્વચ્છતાને ફાળવી એ પોતાનાના ઘર, વિસ્તાર, નગર અને રાજ્ય ને સ્વચ્છ રાખી સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહી એ તેવી અપીલ કરવામાં આવી હતી. સાથે તમામ ને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અને સેવા પખવાડિયા ને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે ચીફ ઓફિસર જયકિશન તડવી તથા
વી. જે. કે. એમ. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઓફ એમ.એસ.ડબલ્યુ, ડભોઇ ના મોટી સખ્યમાં વિધાર્થીઓ તેમજ ડભોઈ કિરીટભાઈ વસાવા મહિલા મોરચા પ્રમુખ સોનલ બેન કીશોર ભાઈ સોલંકી તથા ડભોઇ નગરપાલિકાના મેનેજર મહેશભાઈ પરમાર સહિત પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

