VADODARA : સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર ડભોઇના ઓવરબ્રિજ પાસે 12 ફૂટનો મહાકાય ખાડો : મોટી દુર્ઘટનાની ભીતિ

0
81
meetarticle

​ડભોઇ: ચનવાડા-અકોટી ઓવર બ્રિજની રેલિંગ પાસે ભયાનક ભુવો, હજારો પ્રવાસીઓના જીવ જોખમમાંડભોઇ તાલુકાના ચનવાડા અને અકોટી ગામની હદ પાસે આવેલા ઓવરબ્રિજના છેડે ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

વડોદરાથી વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતાં રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા આ મુખ્ય ઓવરબ્રિજની રેલિંગ પાસે આશરે 12 ફૂટ જેટલો ઊંડો અને મોટો ખાડો (ભુવો) પડી ગયો છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે તેમ છે. વરસાદ બન્યો વિનાશક:સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદને કારણે બ્રિજની રેલિંગ પાસેની જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે.ધોવાણને લીધે જમીન ધસી પડતાં આ 12 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેનો મુખ્ય માર્ગ છે, જ્યાં રોજના હજારો વાહનો પસાર થાય છે.દેશ-વિદેશના પ્રવાસીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે.બ્રિજની રેલિંગની બરાબર બાજુમાં જ આ મોટો ખાડો પડ્યો હોવાથી, જરા સરખી ચૂક પણ વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તંત્રની બેદરકારી પર સવાલ ભૂવો પડ્યાને સમય વીતી ગયો હોવા છતાં સ્ટેટ હાઇવેના અધિકારીઓ કે વહીવટી તંત્ર દ્વારા તેને પૂરવા કે સમારકામ કરવાની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
​સ્થાનિક વાહનચાલકો અને પ્રવાસીઓમાં ભારે રોષ છેઆ ભયાનક ભૂવાને તાત્કાલિક પૂરવામાં નહીં આવે, અને કોઈ મોટી જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોની રહેશે? આ અંગે તંત્રએ સ્પષ્ટતા કરવી પડશે.
​વાહન ચાલકો અને સ્થાનિક લોકોની તંત્રને આજીજી છે કે, સ્ટેટ હાઇવેના અધિકારીઓ વહેલી તકે આ જીવલેણ ખાડો પૂરીને માર્ગને સુરક્ષિત બનાવે, જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. કે પછી કોઈ મોટી દુર્ઘટના થશે ત્યારે તંત્ર જાગશે

REPOTER : ફકીરા ખત્રી ડભોઈ

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here