VADODARA : હરણીમાં જ્વેલર્સની નજર ચૂકવી મહિલા સોનાની ત્રણ વીંટી પહેરી રવાના

0
37
meetarticle

 વડોદરાના વધુ એક જ્વેલર્સને ત્યાં ગ્રાહકના સ્વાંગમાં મહિલા દ્વારા સોનાના દાગીના ચોરી જવાનો કિસ્સો બન્યો છે.જેમાં બનાવના ૧૫ દિવસ પછી ફરિયાદ નોંધાઇ છે.

હરણી-મોટનાથ રોડ પર માં રેસિડેન્સી ખાતે જ્વેલર્સ શો રૃમ ધરાવતા તેજસ સોનીએ પોલીસને કહ્યું છે ક,ેગઇ તા.૨૫મીએ સવારે મારા પિતા દુકાને હતા ત્યારે ૧૧.૩૮ કલાકે એક મહિલા દાગીના ખરીદવા આવી હતી અને ચેન તેમજ ચાર વીંટી કઢાવી હતી.

ત્યારબાદ ૧૧.૫૫ કલાકે તે બેન્કમાંથી રૃપિયા લઇને આવું છું તેમ કહી દુકાનમાંથી નીકળી ગઇ હતી.ત્યારબાદ તપાસ કરતાં રૃ.૧ લાખની કિંમતની ૮.૫ ગ્રામની ત્રણ વીંટી ચોરાઇ હોવાનું જણાઇ આવ્યું હતું.જેથી હરણી પોલીસે ગુનો નોંધ્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here