હરણી એરફોર્સના કોટ પાસે પોલીસે જુગાર રમતા ૭ જણાને ઝડપી પાડી રોકડા રૃ.૨૧૮૫૦ અને પાંચ મોબાઇલ કબજે કર્યા હતા.

હરણી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બ્રહ્માનગર વિસ્તારમાં એરફોર્સના કોટ પાસે ઝાડીઓમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે મુન્ના હરિરામ કુશ્વાહ(ક્રિષ્ણાનગર-૨,ખોડિયાર નગર),સુનિલ કોમલસિંગ દોહરે (લીલાશા હોલ પાસે,વારસિયા),રોહિત જીતવાસિંગ કુશ્વાહ(બ્રહ્માનગર-૨,ખોડિયાર નગર, દિલીપ કરણસિંહ પરિહાર (ક્રિષ્ણા નગર-૧,ખોડિયાર નગર),ઉમેશ અશોકભાઇ નાઇ (બહ્માનગર-૨),લક્ષ્મીનારાયણ કાશીપ્રસાદ કુશ્વાહ(નરેન્દ્ર નગર,વારસિયા) અને અરહત સંતોષભાઇ દોહરે(સાંઇનાથ નગર,ખોડિયાર નગર)ને ઝડપી પાડયા હતા.

