VADODARA : હાઇવે પર વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ

0
34
meetarticle

મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે પર ટેન્કર સહિતના વાહનોમાંથી ડીઝલની ચોરી કરતી સાવલી તાલુકાની નામચીન ટોળકીને ફરી ઝડપી પાડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કરજણ તાલુકાના સુરવાડા ગામની સીમમાંથી પસાર થતા મુંબઇ-દિલ્હી એક્સપ્રેસ હાઇવે ઉપર તા.૨ ના રોજ એક ટેન્કરમાંથી ૭૦ લીટર ડીઝલની ચોરી થતાં આ અંગે રણોલીની એમ.આર. શાહ ટ્રાન્સપોર્ટ કંપનીના હેમારામ કલારામ જાટે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન કરજણ પોલીસે તપાસ હાથ ધરી હતી અને એક્સપ્રેસ હાઇવે પર પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું.

સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે ઉપરના કટ પાસે નંબર પ્લેટ વગરની એક કાર શંકાસ્પદ જણાતા કારની તપાસ કરતા તેમાં ડીઝલના ભરેલા તથા ખાલી કારબા અને પ્લાસ્ટિકની પાઇપો મળી હતી. પોલીસે આ બાબતે કારના ચાલક સહિત ચાર શખ્સોની પૂછપરછ કરતા ડીઝલચોરીનો પર્દાફાશ થયો હતો. પોલીસે અદેસિંહ ઉર્ફે અજય વખતસિંહ સોલંકી (રહે.અમરાપુરા, તા.સાવલી), શૈલેષ પ્રભાતભાઇ પરમાર (રહે.રાસાવાડી, તા.સાવલી), વિજય શનાભાઇ સોલંકી (રહે.કુનપાડ, તા.સાવલી) અને કિરણ ઉર્ફે અકલો અર્જુનસિંહ સોલંકી (રહે.અમરાપુરા, તા.સાવલી)ને ઝડપી પાડયા હતાં.પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં હાઇ-વે પર વાહન કોઇ ખામીના કારણે બંધ થયેલ હોય કે હાઇવે પર પાકગ કરીને સુઇ ગયેલ હોય તેનો લાભ લઇ તેવા વાહનોમાંથી પેટ્રોલ અથવા ડીઝલની ચોરી કરે છે. ઝડપાયેલો શૈલેષ પરમાર સામે વર્ષ-૨૦૨૩માં તારાપુર પોલીસે ડીઝલ ચોરીમાં પકડયો હતો. જ્યારે કિરણ ઉર્ફે અકલો અર્જુનસિંહ સોલંકી વર્ષ-૨૦૨૦ માં વેજલપુર પોલીસ સ્ટેશન, ખાતે ડીઝલ ચોરીમાં, ૨૦૨૨માં વરણામા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ડીઝલચોરીમાં ઝડપાયો હતો. તેને વર્ષ-૨૦૨૨માં પાસા પણ થઇ હતી.

પોલીસે કાર, ચાર મોબાઇલ, બે ડીઝલ ભરેલ કારબા, આઠ ડીઝલ ભરવાના ખાલી કારબા તથા ડીઝલ ભરવાની બે પ્લાસ્ટિકની પાઇપો, ડીઝલ ટેંક તોડવા માટે ઉપયોગમાં લેવાતા ડિસમિસ, પકડ, હથોડી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here