VADODARA : ૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરાશે

0
48
meetarticle

સમગ્ર શિક્ષા, વડોદરા જિલ્લા દ્વારા ધોરણ ૧ થી ૧૨નું શિક્ષણ પૂર્ણ ન કરનાર ૬ થી ૧૯ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સર્વે તા.૧૪ થી તા.૨૩ નવેમ્બર દરમિયાન કરવામાં આવશે.

રાઇટ ટુ એજ્યુકેશન એકટ ૨૦૦૯ની જોગવાઇ મુજબ ૬ થી ૧૪ વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આ સર્વે આયોજન કરવામાં આવનાર છે. આ સર્વેમાં ૬ થી ૧૯ વર્ષની વયજૂથના જે બાળકોએ ધોરણ ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ અધવચ્ચે છોડી દીધું છે અથવા ક્યારેય શાળાએ ગયા નથી તેવા તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તાર, ઝૂંપડપટ્ટી, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, ફેકટરી વિસ્તાર, વર્ક સાઇટ્સ, ચાની કીટલીઓ વગેરે પર કામ કરતા હોય તેવા બાળકોને આવરી લેવામાં આવશે.

જેમાં અધવચ્ચેથી શિક્ષણ છોડી દેનાર બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ મેળવવા માટે મદદ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઘર બેઠા ધોરણ ૯ થી ૧૨ નો અભ્યાસ કરવા માંગે છે (જેમણે કદી શાળાએ ન ગયા હોય અથવા અધવચ્ચે છોડી હોય), તેઓ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ અંતર્ગત કોઇપણ માધ્યમિક શાળામાં જઇને નિઃશુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકે છે, તેમ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને પ્રોજેકટ કો-ઓર્ડિનેટર જણાવે છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here