વડોદરા શહેરના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા દારૂના જથ્થાનો ગઈકાલે કોયલી ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

વડોદરા પોલીસ દ્વારા દારૂના કેશો દરમ્યાન કબજે કરવામાં આવેલા દારૂનો કોર્ટમાંથી હુકમ મેળવી અવાવરું જગ્યાએ નાશ કરવામાં આવે છે. જે અંતર્ગત વડોદરા પોલીસના ઝોન 2 ના ડીસીપી મંજીતા વનજારાના નેજા હેઠળ ગઈકાલે 18 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
સવારે કોયલી વિસ્તારમાં અટલાદરા, જેપી રોડ, ગોત્રી સહિતના છ પોલીસ સ્ટેશનમાં કબજે લીધેલા દારૂના મોટા જથ્થાને ગોઠવી દઈ તેના પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ, કલેકટર કચેરીના અધિકારીઓ, નશાબંધી વિભાગના અધિકારીઓ સહિતના કાફલાની નિગરાણીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

