VADODARA : MS યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ બહાર અશ્લીલ ચેનચાળા કરતો નરાધમ ઝડપાયો: યુવતીએ હિંમત દાખવી વીડિયો વાઇરલ કરતા પોલીસનો સપાટો

0
20
meetarticle

​વડોદરા: સંસ્કારનગરી વડોદરાની શાન ગણાતી એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ બહાર વિદ્યાર્થીનીઓની છેડતી અને અભદ્ર પ્રદર્શન કરતા એક વિકૃત માનસ ધરાવતા શખસને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. કમાટીબાગ રોડ પર આવેલી હોસ્ટેલ બહાર બાઈક પર બેસી અશ્લીલ હરકતો કરતા આ શખસનો વીડિયો એક જાગૃત યુવતીએ ઉતારી ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ કર્યો હતો. આ વીડિયોમાં યુવતીએ હિંમતપૂર્વક નરાધમની કરતૂત ખુલ્લી પાડતા શહેરભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અંતે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને દબોચી લીધો છે.


​ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ ફિરોઝ ગફાર ખલીફા પઠાણ (રહે. છાયાપુરી, મૂળ રહે. ઈન્દોર, મધ્યપ્રદેશ) તરીકે થઈ છે. વીડિયોમાં જોઈ શકાય છે તેમ, આ શખસ જાહેર રસ્તા પર હોસ્ટેલની યુવતીઓની હાજરીમાં લજ્જાસ્પદ વર્તન કરી રહ્યો હતો. યુવતીઓએ તેને ટોકવાનો પ્રયાસ કરતા તે બાઈક લઈને ભાગી છૂટ્યો હતો, પરંતુ સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થતા જ સયાજીગંજ પોલીસ હરકતમાં આવી હતી. પીઆઈ એસ.જે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી વિરુદ્ધ અશ્લીલતા અને છેડતીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર જાહેર સ્થળોએ મહિલાઓની સુરક્ષા અને આવા તત્વો સામે કડક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here