વડોદરા શહેરની પ્રતાપ સ્કૂલ ખાતે બીએએલઓ (BLO) સહાયક તરીકે ફરજ બજાવતા સમયે એક મહિલા કર્મચારી ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી નું કરુણ મોત થયું છે. ગોરવા મહિલા ITI ખાતે નોકરી કરતા ઉષાબેનને ફરજ દરમિયાન અચાનક અગવડ અનુભવી, જ્યાંથી તેમને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા.

કામગીરીના અસહ્ય ભારાણ વચ્ચે વધુ એક નિર્દોષ શ્વાસ થંભી ગયો છે.
રાજ્યમાં ચાલી રહેલા SIR સર્વેક્ષણ અને ચૂંટણીલક્ષી કામગીરીના વધતા પ્રેશરનો ભોગ હવે એક-બે નહિ, પરંતુ અનેક શિક્ષકો અને કર્મચારીઓ બની રહ્યા છે. તાજેતરનાં બનાવો અત્યંત ચિંતાજનક છે:
🔻 તાપી જિલ્લો – વાલોડ
BLO સહાયક તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય કલ્પનાબેન પટેલ નું હાર્ટ એટેકથી નિધન. અતિશય માનસિક તાણ અને ફરજોનું ભારે બોજ તેનું કારણ ગણાય છે.
🔻 ગીર-સોમનાથ – કોડીનાર:
ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય દબાણને કારણે એક શિક્ષકે આપઘાત કર્યો.
🔻 કપડવંજ:
BLO ફરજ દરમિયાન જ શિક્ષક રમેશ પરમાર નું હાર્ટ એટેકથી મૃત્યુ.
આ માત્ર ઘટનાઓ નથી — સરકારની બેદરકારી અને શિક્ષકોના શોષણનું જીવંત પુરાવું છે.
રાજ્ય સરકાર શિક્ષકોને શિક્ષણકાર્યને બદલે રોજ નવા ગેરશૈક્ષણિક ભારણ હેઠળ દબાવી રહી છે.SIR કાર્ય અને BLO કામગીરીનો અસહ્ય પ્રેશર શિક્ષકોના જીવ પર બનતું જાય છે.
કૉંગ્રેસની કડક માંગ:
રાજ્યવ્યાપી SIR અને ચૂંટણીલક્ષી
શિક્ષકોના મૃત્યુની ઉચ્ચસ્તરીય તપાસ થાય અને પરિવારને યોગ્ય વળતરની તત્કાલ જાહેરાત કરે.
શિક્ષકો માટે સલામત, માનવિય અને વ્યાવસાયિક કાર્યપરિસ્થિતિ સુનિશ્ચિત કરે.
આ મોતો કોઈ કુદરતી ઘટના નથી—આ સરકારની નિષ્ફળ નીતિઓ અને શિક્ષકો પ્રત્યેની અસંવેદનશીલતાનું સીધું પરિણામ છે.

