કોયલીમાં દારૃના કટિંગ વખતે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૃ.૩૮લાખના દારૃ સાથે ૫૩ લાખની મતા સાથે ત્રણ ખેપિયાને ઝડપી પાડવાના બનાવ બાદ દારૃનું નેટવર્ક ચલાવતા સુનિલ અદો,લાલુ સિન્ધી અને મનોજ પાપડની શોધખોળ હાથ ધરાઇ છે.

કોયલીમાં દારૃ પકડાવાના બનાવની તપાસ છાણીના પીઆઇને સોંપાતા તેમણે આજે હિમાંશુ ઉર્ફે ભોલો અગ્રવાલ(ઇન્દ્રપ્રસ્થ ટેનામેન્ટ, ઘનશ્યામપાર્ક પાસે,ગોરવા), મણિલાલ જરપોટા(દેવાલાપાડી,બાંસવાડા, રાજસ્થાન) અને જમ્મુના અનવરખાન મતાબ દિનને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે એક દિવસનો રિમાન્ડ મંજૂર કર્યો છે.
હિમાંશુએ પોલીસને કહ્યું હતું કે,પાંચ વર્ષ પહેલાં મારા પર દારૃના બે-ત્રણ કેસ થયા હતા અને પાસા પણ થઇ હતી.ત્યારબાદ દોઢ વર્ષથી ધંધો બંધ કર્યો હતો.લાલુ,સુનિલ અને મનોજે ભાગીદારીમાં ધંધો ચાલુ કરતાં મનોજે મને ડ્રાઇવિંગનું કામ સોંપ્યું હતું અને એક ટ્રિપના રૃ.૨હજાર આપતો હતો.
દરમિયાનમાં દારૃના કટિંગ વખતે પકડાયેલી પીકઅપ વાનમાં એક ટેમ્પામાંથી દારૃ ભરવામાં આવ્યો હોવાની અને વાનમાંથી જુદીજુદી કારમાં કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી ખૂલી છે.જેથી દારૃભરેલો ટેમ્પાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

