VADODARA : ST બસે સર્જ્યો મોટો અકસ્માત, બોલી ગયા કારનો કચ્ચરઘાણ

0
14
meetarticle

વડોદરાના સયાજીબાગ પાસે સુરત-રાધનપુર ST બસે કારને જોરદાર ટક્કર મારતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી. સિનિયર સિટીઝનનો બચાવ થયો છે.વડોદરા શહેરમાં જાણે અકસ્માતોની વણથંભી વણઝાર લાગી હોય તેમ વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના પ્રખ્યાત સયાજીબાગ વિસ્તાર પાસે આજે એક એસટી બસ અને ખાનગી કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર સિનિયર સિટીઝનનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટનાની મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના સયાજીબાગ પાસે સીધા રોડ તરફ જઈ રહેલી એક કારને પૂરપાટ ઝડપે આવી રહેલી એસટી બસે પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર બેકાબૂ બનીને સીધી ડિવાઈડર સાથે જઈ અથડાઈ હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોના જીવ પડીકે બંધાયા હતા અને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કાર ચલાવી રહેલા સિનિયર સિટિઝનનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. તેમને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. એસટી બસની બેદરકારીને કારણે મોટી જાનહાનિ થઈ શક્તિ હતી, સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી.

અકસ્માત સર્જનાર એસટી બસ સુરતથી રાધનપુર તરફ જઈ રહી હતી. ઘટનાની જાણ થતા જ વાડી પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પોલીસે સુરત-રાધનપુર બસના ચાલક વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. વડોદરાના માર્ગો પર વધતા અકસ્માતોએ વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

meetarticle

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here