વડોદરા શહેરમાં ડુપ્લીકેટ ચલણી નોટો ધૂમ ફરી રહી હોવાના કિસ્સા અવારનવાર બનતા હોય છે. જેની પોલીસ ફરિયાદ થતી હોવા છતાં તપાસ દરમિયાન કોઈ નક્કર વિગતો ખુલતી નથી.

આ પ્રકારની વધુ એક ફરિયાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. જેમાં અલકાપુરી પ્રોડક્ટિવિટી રોડ ઉપર સિલ્વર સ્ક્વેરમાં આવેલી શ્રીનાથજી ભારત ગેસના ભરણામાં 500ના 5 ડુપ્લીકેટ નોટો મળી આવી હતી.
આ અંગે એચડીએફસી બેન્કના કર્મચારી સિદ્ધાર્થ ત્રિવેદીએ વડોદરા ક્રાઈમ બ્રાન્ચને જાણ કરતા પોલીસે ગેસ એજન્સી સામે પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ જાલી નોટો કોણ આપી ગયું તેની તપાસ બાદ પોલીસ આગળનું પગેરું શોધવાનો પ્રયાસ કરશે.

