વાગરા તાલુકામાં આવેલી સાયખા GIDCની અલ્કેમી ફાઇનકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડીરાત્રે ભયાનક ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીના બોઇલર વિભાગમાં ચાલતી રિપેરિંગ કામગીરી દરમિયાન અચાનક ગરમ રાખ (એશ) છલકાઈ પડતા ચાર મિકેનિકલ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.

ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ, બોઇલર વિભાગમાં લાગેલા બટરફ્લાય વાલ્વ અને વાઇબ્રેટરના બોલ્ટ ઢીલા પડી જતા તે પોતાની જગ્યાએથી ખસી ગયા હતા. આ ખામી દૂર કરવા માટે રાત્રે અંદાજે 1:10 વાગ્યાના સમયે મિકેનિકલ ટીમ દ્વારા રિપેરિંગ કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક બટરફ્લાય વાલ્વ સંપૂર્ણપણે ડિસલોકેટ થતાં સાયલોમાં સંગ્રહિત અત્યંત ઉકળતી રાખ જોરદાર રીતે બહાર આવી અને ત્યાં કામ કરી રહેલા ચારેય કર્મચારીઓ તેના ઝપટે આવી ગયા હતા.
REPOTER : સૈફ અલી ભટ્ટી વાગરા

